પહેલો વરસાદ

(15)
  • 6.5k
  • 1.5k

કાકી માં ..... વરસાદ આવ્યો બૂમો પાડતો પાડતો ટીનીયો ઘર ની બહાર દોડતો નીકળ્યો. શેરી માં બીજા છોકરાઓ સાથે વરસાદ માં પલરવા ની મોજ માનતો હતો.રૂપા પોતાના રૂમ ની બારી પાસે ઊભી બહાર નું દ્રશ્ય જોતી હતી. બે દિવસ ની ઉકળાટ બાદ આજે વરસાદ ના આગમન થી ધીરે ધીરે ઠંડક પ્રસરી રહી હતી. ચૈત્ર ના ઉકળાટ અને જેઠ ના બફારા થી લોકો ત ત્રસ્ત થઈ ગયા હતા. રૂપા વરસાદ ને એક ધારે જોઈ રહી હતી, તેનું મન ભૂતકાળ ની યાદો માં પલરી રહ્યું હતું. નાની હતી ત્યારે ક્યાં વરસાદ ની મોજ હતી! ચારે બાજુ સુકી ધરા કચ્છ માં જો