પોકેટ મની

  • 5.3k
  • 1
  • 1.3k

પપ્પા પપ્પા તમે મારા આ મહિનાની પોકેટ મની હજુ આપી નથી. અને હા હવે મારે એમાં ઇમક્રીમેન્ટ જોઈએ, યાર મોંઘવારી તો જુઓ આટલા પૈસાથી મારે કેમ કરી ચલાવવાનું તમે સમજો જરા. અને હા મહિનાની પહેલી તારીખે મને મારી પોકેટ મની હવે મળીજ જવી જોઈએ. એકજ શ્વાસે દસ વર્ષનો પ્રથમ બોલી ઉઠ્યો. અરે બેટા આપી દઈશ તારી પોકેટ મની પણ તારે આટલા રૂપિયાનું શું કામ હોય છે? પપ્પા બોલ્યા. રસોડામાંથી બાપ દીકરાનો આ સંવાદ સાંભળતી મમ્મી પણ બહાર આવી બોલી ઉઠી, જોયું તમે, આને આ પોકેટ મનીના ખોટા રવાડે ચડાયો છે, હું તમને કેટલી વખત કહું છું પણ તમે મારી વાત