બૂટપોલિશવાળો ઉદ્યોગપતિ - 3 

(14)
  • 2.4k
  • 1
  • 930

કેમ છો મિત્રો?બધા મજામાં હશો તેવી આશા રાખું છું આપ સૌએ બીજા અંકમાં સુંદર પ્રતિભાવ આપ્યા જે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.આપ સૌના અમૂલ્ય પ્રતિભાવો મારી માટે ખૂબ પ્રોત્સાહન આપનારા રહ્યા છે માટે જ આજે બૂટપોલિશવાળો ઉદ્યોગપતિ ભાગ 3 લઈને આવી છું. આશા રાખું આ અંક વાંચી તમે ફરી તમારા અમૂલ્ય પ્રતિભાવ આપશો. તો જેમ આપણે બીજા અંકમાં જોયું કે વિજય ચ્હાની લારી ખોલે છે અને વર્ષો પછી પાછા ટોપીવાળા સાહેબ તેને મળવા આવે છે પરંતુ લાલચી મોન્ટુ રેખાને (વિજયની બહેન) મારી નાખવાની ધમકી આપી સાહેબને પ્લેટફોર્મ પાછળ સીડીઓ નીચે લૂંટવા બોલાવે છે પણ હાથાપાઈમાં સાહેબને ચપ્પુ વાગી જાય છે અને અંતે પોલીસ આવે