Dear પાનખર - પ્રકરણ -૩

  • 2.7k
  • 1
  • 1.2k

શિવાલીએ અલાર્મ બંધ કર્યું અને બકકલ નાખીને વાળ બાંધ્યા. સવારે પાંચ વાગ્યે ઉઠીને મેડિટેશન કરીને ચાલવા જવું એ એનો વર્ષો જુનો નિયમ હતો. એનાં ફલેટ ની નજીક જ જોગિંગ પાર્ક હતો. સવારે ઘણા વયોવૃદ્ધ , તો ઘણા જુવાન દંપતિ સાથે ચાલવા આવતા , કોઈ યોગા કરતા , તો‌ કોઈ લાફિંગ કલબનાં મેમ્બર હતાં , જેમાં ખડખડાટ હસવા અને હસાવવા બધાં હંમેશા તત્પર રહેતાં. શિવાલી જોગિંગ ટ્રેક પર જોગિંગ કરતાં કરતાં એમને જોતી અને મનો‌મન‌ આનંદ અનુભવતી. વયોવૃદ્ધ ઉંમર એ જિંદગીનો એક એવો પડાવ છે જેને કેવીરીતે માણવો એ દરેક વ્યક્તિનાં પોતાના અભિગમ‌ પર આધારિત છે.