#KNOWN - 32

(20)
  • 2.5k
  • 1
  • 1.2k

"મળી ગયું.... મોમની કાચની પેટી.... પણ તને કઈ રીતે ખબર પડી કે તે અહીંયા છે??" આદિત્યએ નવાઈ પામતા પૂછ્યું. "આદિત્ય જયારે મેં આ યંત્ર આખા ઘરમાં ફેરવ્યું ત્યારે તેમાં બે જગ્યાએથી આત્મા હોવાની જાણ થઇ હતી. એક તો કિચનમાં નોકરની હતી એ હું સમજી ગઈ હતી પણ બીજી એક જગ્યાએ પણ તેના નિશાન મળ્યા અને જયારે હું તારા ઘરમાં પ્રવેશી ત્યારે હોલમાં રહેલ કાચના ટેબલ પર કાચ તૂટેલો પડ્યો હતો. અનન્યા અને તારી મોમ વચ્ચે કદાચ હાથાપાઈ થઇ હોઈ શકે. અનન્યાએ મને નીચે રેડ કલરનો એરો હતો એના પર પોતાની બુટ્ટી રાખી દીધી અને મેં આવીને કોઈનું ધ્યાન ન જાય