Chapter-4 મારા અને રિદ્ધિના ચહેરા ઉપર રાતનો ઠંડો પવન લાગી રહ્યો હતો, અમે નહેરુનગર પહોંચવા આવ્યા હતા, રિદ્ધિએ એનો એક હાથ મારા ખંભા ઉપર અને બીજો હાથ મારી કમરથી વીંટાળી રાખ્યો હતો, તે બાઈકમાં પેલા બેઠી હતી તેના કરતાં થોડી વધારે મારી તરફ નમીને બેઠી હતી. રિદ્ધિએ દૂરથી જ હેભાની કારને નહેરુનગરના બસ સ્ટેશને ઊભેલી જોઈને કહ્યું “પેલી વ્હાઇટ હોંડા સિટિની બાજુમાં લઈલે, એ હેભાની છે.” “Hi!!“ મેં હેભાને કહ્યું. હેભા બ્લેક જીન્સ અને ગ્રીન ટીશર્ટમાં મોડેલ જેવી લાગતી હતી , તેના વાળ આવી રાત્રે પણ ખુલા રાખેલા હતા, શું કરે અમદાવાદી સ્ટાઈલ છે આ