ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 18

  • 3.6k
  • 1.5k

ભૂમિ મેડમ અને દેવાંશી હવે સાથે રહેવા લાગ્યા હતા. બંનેને એના હૃદયના ટુકડાઓ મળી ગયા હતા. આ વિરહનો અંત આવ્યો હતો. બંનેએ એકબીજાને માફ કરી દીધા હતા. દેવાંશી હવે ખુશ હતી, કદાચ પહેલાં જેવું વર્તન હવે દેવાંશી માં જરા પણ નહોતું દેખાતું. દેવાંશી ના મુખ પર સ્મિત અને હરખ જોઈ અક્ષર પણ હવે ખુશ હતો. અક્ષર અને દેવાંશી પાક્કા મિત્રો તો ખરા જ. ધારા અને કિશન અક્ષરને આ વાતે ચીડવતા પણ હતા. "અક્ષર, જ્યારથી તારી લાઈફમાં પેલી દેવાંશી આવી છે ને ત્યારથી તું તો અમને સાવ ભૂલી જ ગયો છે." ધારાએ પોતાનું મોઢું ફેરવીને રિસાઈને કહ્યું. "હા