સમાંતર

  • 2.5k
  • 786

એક તીણી ચીસ અને હળવા આંચકા સાથે ટ્રેને મુસાફરીની શરૂઆત કરી. ગાડી ની અંદર રહેલા મુસાફરો જલ્દી થી પોતપોતાની સીટ પર કબ્જો લેવા ની તૈયારી કરવા માં વ્યસ્ત થઇ ગયા હતા. નાના છોકરાઓ પોતાની બારી ની સીટ ને પોલીસ ને ચારો તરફ સે ઘેર લિયા હૈ ની જેમ ઘેરી વળ્યાં હતા. સ્ટેશન પર ની ચહલપહલ માં અચાનક એક ઘરમાંટો ફરી વળ્યો હતો. ગાડી ની ગતિ હજી ખુબજ ધીમી હતી એટલે સ્ટેશન પર પાણી ની બોટલ, વેફર ના પેકેટ્સ, ફળો, ભજીયા અને ચા વેંચતા ફેરિયાઓ લગભગ ગાડી ની લગોલગ દોડીને ને લાસ્ટ મિનિટ બિઝનેસ ની જેમ છેલ્લી લેન-દેન કરીલેવા માટે ઉતાવળા