મંદબુધ્ધિ કોણ...? ભાગ-૪

  • 3.1k
  • 1k

મંદબુધ્ધિ કોણ...? ભાગ-૪ ભાગ-૩ માં આપણે વાંચ્યું કે સેજલની આવી પરિસ્થિતિ અંગે જાણવા માટે રમેશભાઇએ સેજલના જન્મ સમયની વાત મને કહેવાની શરૂ કરેલી અને તે મુજબ સેજલનાં જન્મ પછી ઘરનાં બધા સભ્યો ખુબ ખુશ હતાં. તેના જન્મના એકાદ વર્ષમાં મારા સૌથી નાના ભાઇએ પ્રેમ લગ્ન કર્યાં. શરૂઆતમાં તો ઘરનાં સભ્યોએ આ લગ્નને અનુમતિ ન આપી પણ પછી બધાએ આ લગ્ન સ્વિકારી લીધા. તેની પત્નિ લાલચુ અને શંકાશિલ સ્વભાવની હતી. અને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માટે અવનવા પેંતરા કરતી રહેતી હતી. અને તે હંમેશા મિલકતની બાબાતમાં મારા ભાઇને ચઢાવતી રહેતી. એટલે ધીરેધીરે ઝઘડાઓ ઘરમાં વધતાં રહ્યા. હવે આગળ...