મેઘના - ૧૬

(20)
  • 3.1k
  • 2
  • 1.4k

રાજવર્ધન મનમાં બધા વિચારો એક પછી એક કરીને આવી રહ્યા હતાં. પણ પરિસ્થિતિની અનુકૂળતા જોતાં તેણે પોતાના મનને શાંત કરીને ડાઈનિંગ ટેબલ પર બેઠો. અનુજ તેની સામે આવીને બેઠો ત્યારબાદ વીરાએ તેમનો બ્રેકફાસ્ટ સર્વ કરી દીધો. બ્રેકફાસ્ટ પૂરો થયાં પછી અનુજ અને રાજવર્ધન ઊભા થયાં એટલે વીરાએ પોતાની કારની ચાવી અનુજ ને આપીને કહ્યું, “આજે તમે બંને ઘરે જલ્દી પાછા આવી જજો.” રાજવર્ધને ઇશારામાં હા પાડી પછી બંને સાથે બહાર નીકળી ગયા. અનુજ રાજવર્ધનને તેની ઓફિસે મૂકીને પોતાના ક્લિનિક પર જતો રહ્યો. રાજવર્ધન પોતાની ઓફિસમાં દાખલ થયો એટલે બધા તેને એકધારી નજરે જોઈ રહ્યા હતાં. આ રાજવર્ધનને થોડું અજીબ લાગ્યું. પણ તેણે