જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 39 લેખક – મેર મેહુલ મેં એક વ્યક્તિને બંદી બનાવ્યો હતો.આ વ્યક્તિ પાસેથી મારે ઘણીબધી માહિતી મેળવવાની હતી.મેં તેના મોંઢા પર પાણી નાખ્યું એટલે એ આંખો ખોલી.મેં તેનાં મોંઢામાંથી ડૂચો કાઢ્યો. “કોણ છે તું?”મારાં ચહેરા પર રહેલાં મુખોટાંને જોઈ તેણે પૂછ્યું, “શું છે આ બધું?” “જોકર”મેં વટથી કહ્યું, “તારી જેવાને યમરાજ સુધી પહોંચાડવાનો કોન્ટ્રકટ લીધો છે મેં” “પણ મેં તારું શું બગાડ્યું છે?”તેણે ભય મિશ્રિત અવાજે પૂછ્યું.મેં બેગમાંથી લેપટોપ કાઢ્યું.હું જે હોટેલમાં આવ્યો હતો તેનાં કસ્ટમરના લિસ્ટમાં જઈ આ વ્યક્તિનો ડેટા તપાસ્યો. “આજ સુધી સત્યવીશ છોકરી સાથે સૂતેલો છે તું”મેં કહ્યું,