અસ્તિત્વનું ઓજસ - 7

  • 2k
  • 894

પ્રકરણ ૭ અચાનક જ રૂમનો દરવાજો ખુલવાથી રૂમમાં બેઠેલી ત્રણેય વ્યક્તિ ચોંકી. સામે સુમન બહેન પૂજા ની સાથે રૂમ માં પ્રવેશ્યા તેમને જોઈ રાધિકા અને નેન્સી ઊભા થયા. હજુ તે બંને કંઈ આગળ વિચારે તે પહેલાં રીંકલ વિઝળી ની ઝડપે ઊભી થઈ અને પૂજા ભેટી પડી. “ ભાભી સોરી, મારાથી શું ભૂલ થઈ કહોને… તમે કેમ” તે પૂજા ને ભીંસી ને રડી રહી હતી. પૂજાની આંખ માંથી પણ બે આંસુ સરી પડ્યાં. “ ભૂલ તારી નથી મારી છે બેટા હું જ મારા દુઃખમાં એટલી ખોવાઈ ગયેલી