(આગળ ના ભાગ માં જોયું કે વરસાદ ન પડવા થી આખું ગામ ચિંતિત છે અને મુખી ભગત ને બોલાવે છે તો ભગત માતા કોપાયમાન થઈ છે એવું કહે છે તો આખું ગામ વિધવા હીરલી ને દોષ આપે છે.......) (૨) લાખાનુ બલિદાન.... ગુસ્સામાં લાલ ગુમ થયેલી આંખો થી અગનજ્વાળા વરસી રહ્યો હતો, લાકડી ની સાથે પગના એ પડગમ રસ્તા પર એવા પડતા હતા કે ધરતી ધ્રૂજતી હોઈ, સોમજીમુખી અને આખું ગામ હીરલી ના ઘર તરફ વાવાઝોડા ની માફક ધસી રહ્યું હતું. "