પ્રસંગ 7 : હોસ્ટેલની ભાખરી આમ તો, દરેક હોસ્ટેલમાં જમવાનું હોય તેવું જ અમારી હોસ્ટેલમાં જમવાનું મળતું હતું પરંતુ અમારા ગ્રુપમાં મોટેભાગે ખાઉધરા હતા અને રાતોના રાજા હતા. હોસ્ટેલમાં રાતના જમણવાર પછી જે ભાખરીઓ વધતી તે એક મોટા તપેલામાં રાખતા અને રસોડાને બહારથી તાળું મારી દેતા. અમે દરરોજ રાત્રે મોડે સુધી જાગતા એટલે રાત્રે અમને બધાને ખૂબ જ ભૂખ લાગતી અને દરરોજ બહારનો નાસ્તો કરવો અમને પોસાય તેમ ન હતો તેથી અમે લોકો રાત્રે રસોડામાં ત્રાટકતા અને ઘુસણખોરી કરતા. રસોડામાં મુખ્ય દ્વાર પર તાળું લાગેલું હોવાથી અમે રસોડાની બારી પાસે પહોંચી જતા. રસોડાની બારીમાં સળિયા હોવાથી રસોડામાં જવા માટે કોઈ