"મોમની કાચની પેટી." "શું કહ્યું??" માધવીએ પોતાના આંસુ હડસેલતા આદિત્યનાં શબ્દો કાને પડતા પૂછ્યું. "મારી મોમની એક કાચની પેટી હતી. એ પેટી તેને ખૂબજ વ્હાલી હતી. કદાચ તેમનો આત્મા એમાં જ હોઈ શકે." "હા બરાબર તું કહે છે એમ હોય તો આપણે ફટાફટ તે પેટી પાસે પહોંચવું પડશે." "હમ્મ, બસ હવે અડધો કલાકમાં પહોંચીશું. તું આગળ વાત કર. અનન્યા વિશે." "બસ ત્યારબાદ અનન્યાના શરીરમાં એ તારી મોમની આત્મા આવતી જતી રહેતી. અનન્યા એટલે કે તારી મોમ અઘોરી પાસે રહેલ પુસ્તક મેળવવામાં તો સફળ થઇ પણ તેને જયારે આ વાતની ખબર પડી કે પુસ્તકમાં રહેલ કોઈ પણ લખાણ માત્ર અનન્યા જ