પગરવ પ્રકરણ – ૧ સવારનાં કુમળાં તડકે આજે વર્ષોથી અડીખમ બનીને ઊભેલો એ લીલોછમ લીમડો આજે પણ એવી જ એસીની હવાને પણ ભૂલાવી દે એવી શીતળતા પ્રદાન કરી રહ્યો છે...એ સુંદર પર્ણો પણ મલકાઈ મલકાઈને કંઈ કહી રહ્યાં હોય એવું લાગી રહ્યું છે...એની ઓથ હેઠળ તો કોઈની રોજ મહેફિલ ભરાય છે.... જેનું એક શરણું અને બીજું ઘર છે લીમડો...એ છે સવિતા....!! રોજની જેમ આજે પણ એ આવીને આડી પડીને શુન્યમનસ્ક વદને લીમડાની સામે ટગર ટગર જોઈ રહી છે ત્યાં જ એક કોયલ જેવો મીઠડો અવાજ આવ્યોને તરત જ એનાં ચહેરાં પર એક ખુશીનું મોજું ફરી વળ્યું ને એ બોલી, "