યોગ-વિયોગ - 19

(335)
  • 27.3k
  • 18
  • 19.2k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૧૯ વૈભવી પોતાના બેડરૂમમાં પડખાં બદલી રહી હતી. અભયે આજે જે કર્યું હતું એ પછી એના માટે આ ઘરમાં કોઈને પણ મોઢું બતાવવું શક્ય નહોતું. અભયે જાહેરમાં તમાચો માર્યો હતો એને, અને એ પણ વસુમાની હાજરીમાં ! પોતાનું વર્ચસ્વ આ ઘરમાં જમાવવા માટે પરણીને આવી એ દિવસથી વૈભવી ઝઝૂમી રહી હતી. એનો પૈસો, એની સુંદરતા કે એની બુદ્ધિ કશુંયે કામ નહોતું લાગ્યું હજુ સુધી. આ ઘર વસુમાનું હતું અને એમના બધા જ દીકરાઓ- વૈભવીનો પતિ સુદ્ધા- આજની તારીખ સુધી એમનો પડ્યો બોલ ઝીલતા હતા. પોણા બે થવા આવ્યા હતા. પોણા અગિયાર- અગિયાર વાગ્યાનો ગયેલો અભય