*એ પહેલું પરફોર્મન્સ* વાર્તા... ૧૩-૩-૨૦૨૦આ જિંદગીમાં દરેક ને પહેલું પરફોર્મન્સ આપવું જ પડે છે... આ જગત એક સ્ટેજ છે અને દરેક માણસ એક કલાકાર છે એને જે પાત્ર મળ્યું છે એ પાત્ર પ્રમાણે ડગલે ને પગલે પરફોર્મન્સ આપવું જ પડે છે પછી એ હસતાં આપો કે રડતાં આપો...અને આ દુનિયાની મહેફિલમાં આમ જ ભાગ ભજવવો પડે છે...એક નાનાં ગામડાંમાં જન્મેલી સંજના...પિતા વિજય ભાઈની લાડલી પરી હતી સંજના...એનાથી એક મોટો ભાઈ હતો જીગ્નેશ ભાઈ...સંજના ના જન્મ પછી જ સંજનાની માતા ઉષાબેન પડી જતાં એમને માથામાં ખુબ વાગ્યું એટલે માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા હતા...એટલે સંજના ને વિજય ભાઈએ મા અને પિતાનો પ્રેમ