મોહિનીએ કહ્યું, "તમે સહુએ મારું અતડું અને રુક્ષ વર્તન વર્ષોથી સહન કર્યુ છે.ઓછું અને કડવું બોલતી અને કામમાં જ મશગુલ રહેતી મોહિનીને જ જોઇ છે તમે બધાંએ, પણ હું બાળપણ અને જુવાનીનાં ઉંબરે આવી ત્યારે આવી નહોતી. પરંતુ જ્યારે સમજણ આવતી હતી એ ઉંમરે મારી જ મોટી બહેનને એનાં પતિ દ્વારા અપાતા ત્રાસથી મુરઝાતા જોઇ મેં, પછી કોલેજમાં પ્રેમનાં સુંવાળા નામે થતો દગો અને વધું પૈસાદાર છોકરી મળતાં જ વ્યક્તિનું કાચિંડા જેવું બદલાતું રુપ પણ જોયું મેં અને મારી ખાસ સખીની દહેજનાં કારણે થયેલી હત્યાં આવું બધું જ જોઇ હું બીકથી મારાં હૃદયની એક પછી એક બારીને બંધ કરતી જ