ચાલો ઠીઠીયા કાઢીએ - ભાગ - 3

  • 4.3k
  • 1
  • 1.9k

ટીકીટ ચેકરને રૂપિયા 500 આપી મામા, અળવીતરાને લઇને બસ સ્ટેન્ડની બહાર નીકળી રહ્યાં છે, ત્યાંજ, પેલા ફ્રુટવાળા મામાના મિત્રની નજર, દૂરથી આવતાં લક્ષ્મીચંદ અને એમનાં ભાણા પર પડે છે. મામા ને આવતા જોતાં ફ્રુટવાળાભાઈ : લક્ષ્મીચંદ આવી ગયા તમારા ભાણાભાઈ ?મામા હજી ગુસ્સામાં હતાં પરંતુ હાલ ગુસ્સો દબાવી થોડા સ્વસ્થ થઈ ફ્રુટવાળા તેમનાં મિત્રનેલક્ષ્મીચંદ : હા, આવી ગયા હો ભાઈ.ત્યારબાદ લક્ષ્મીચંદ તેમના ફ્રુટવાળા મિત્રને ભાણાની ઓળખાણ કરાવવા ભાણાસામે જેઈમામા : જુઓ ભાણા ભાઈ, આ મારા મિત્ર છે. આ વખતે અળવીતરો, ખભે મોટો થેલો ભરાવીને ટિકિટ ચેકર સામે જોતો ઊંધોજ ઊભો હતો. મામાનો અવાજ સાંભળીને તે જેવો સીધો થવા જાય છે, ત્યાંજ ફ્રુટવાળાનો સફરજનનો ટોપલો, એના ખભે