દેવાંશીના રહસ્ય પરથી પડદો ઉઠી ચૂક્યો હતો. દેવાંશી પોતાના પ્રશ્નોના જવાબ મેળવવા ઇચ્છતી હતી, આ વાત બધા સાથે શેર કરવાથી દેવાંશી નુ મન થોડું હળવું જરૂર થયું હતું. હવે હવે બીજા રહસ્ય પરથી પડદો ઉઠવાનો હતો દેવાંશીના તમામ પ્રશ્નોના જવાબ હવે મળવાના હતા, દેવાંશીની આખી વાત સાંભળીને ભૂમિ મેડમના હૃદયને જાણે ખૂબ જ ઠેસ વાગી હતી. ઈશ્વર પણ કમાલ કરે છે ઈશ્વરની પરીક્ષા ખૂબ જ અઘરી હોય છે. આ પરીક્ષામાંથી પાસ થનાર દરેક વ્યક્તિ કોઈ અલગ જ પ્રકારનો અનુભવ કરે છે. અક્ષરે ભૂમિ મેડમને પાણીનો ગ્લાસ લાવીને આપ્યો. એક ઘૂંટડો પાણી પીને ભૂમિ મેડમએ પોતાની