મંજીત - 6

  • 2.7k
  • 2
  • 1k

મંજીત પાર્ટ : ૬ પાછળથી મોન્ટીને ગળામાં વિશ્વેશે પકડી પાડ્યો. વી આકારનાં સ્નાયુબંધ વિશ્વેશના હાથમાં મોન્ટીની ડોક ફસી ચૂકી હતી. ત્યાં જ સારા ને શું સુજ્યું!! એ પણ મોન્ટીની હેલ્પ કરવા આગળ આવી ગઈ અને રીતસરની એ છોકરાથી છોડવાનો પ્રયત્ન કરવા લાગી. અબ્દુલ પણ એ પકડને છોડવા લાગ્યો. પણ બધું નકામું. મોન્ટીને એમ જ લાગ્યું કે એનું ગળું હવે રૂંધાતું જાય છે. એને તે જ સમયે સમગ્ર શક્તિથી બંને હાથેથી ગળું છોડાવ્યું પણ વિશ્વેશના હાથને એવી રીતે જ મજબૂતાઈથી પકડી રાખ્યા હતાં. તે ઝડપથી ઊંધો વળી ગયો અને વિશ્વેશને જમીન પર પછાળ્યો. વિશ્વેશ જોરથી પટકાયો હતો એને શરીરમાં માર લાગ્યો હતો. એને