આદિત્યએ જોયું તો તેની આંખો ફાટી ગઈ. પૂજારીજીને કોઈકે મંદિરના ધજાના ભાગે ઉપર લટકાવી દીધા હતા. "મારી ચિંતા ના કરશો. માધવી તું આદિત્ય સાથે મળીને શીલાનો નાશ કરવાનું કર. નહીંતો અનન્યાનો જીવ બચાવવો અશક્ય થઇ જશે." પૂજારીજી મનમાં મંત્ર બોલતા ત્યાંથી દૂર થઈને શાંતિથી નીચે આવી ગયા. માધવી ફટાફટ આદિત્યનો હાથ પકડીને કાર પાસે લઇ ગઈ. "આ શું કરી રહી છું?? અનન્યાને તો લેવા દે આપણી જોડે!!" આદિત્ય ગુસ્સામાં માધવીનો હાથ છોડાવતા બોલ્યા. "આદિત્ય અનન્યા આપણી સાથે હશે તો એ આપણા અને એના બંને માટે મુસીબત બની શકે એમ છે. પ્લીઝ બેસી જા કારમાં હું તને બધી વાત કરું છું."