તાદાત્મ્ય

(21)
  • 4.4k
  • 1
  • 1.1k

તાદાત્મ્ય*******"શાંતનુ તને શું લાગે હવે આપણે કદી મળી શકીશું ? મને તો નથી લાગતું કે આ બંને આપણને હવે ક્યારેય ભેગા થવા દે."વલ્લરીએ મનનો બળાપો આજે શાંતનુ પાસે ખુલ્લો મૂકી દીધો. શાંતનુ તો બસ શાંતિથી સાંભળી રહ્યો, એને ચીતરવામાં જ એવો આવ્યો હતો. એકદમ શાંત, સરળ, નિર્વિવાદી. ને વલ્લરી તો વીંટળાઈ પડતી કોઈ વેલ. સતત ઝૂલતી ને સતત વિકાસ પામતી. હવે શાંતનુ ને વલ્લરીને અલગ થવાનું હતું. શાંતનુ કશું બોલતો ન હતો, પણ વલ્લરી ખૂબ ખીજાઈ હતી. એને શાંતનુથી અલગ થવું ન હતું. એને શાંતનુ સાથે જ રહેવું હતું. વલ્લરી સતત શાંતનુને કહેતી હતી, કે એ એની સાથે જ રહેવા માંગે