યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૧૮ જાનકી સામેથી આવતા અજય તરફ આગળ વધી. વૈભવી ત્યાં જ ઊભી રહી, અભયની રાહ જોઈને... અજયે કંપાઉન્ડમાં દાખલ થતાં જ જાનકીનો ચહેરો જોયો. ખબર નહીં એને શું થઈ ગયું, પણ એણે જાનકીનો હાથ પકડી લીધો. જ શ્રાદ્ધ પૂરું કરીને આવેલા અજયને ક્યારનુંય કોઈને વળગીને રડી પડવું હતું. જાનકી જાણતી હતી આ વાત કે અજય જ્યારે પણ હરિદ્વારથી આવશે ત્યારે ઢીલો થઈ ગયો હશે. અજયની એના પિતા માટેની લાગણી જાનકી જાણતી. ઘરમાં કોઈ પણ સૂર્યકાંત મહેતા વિશે ઘસાતું બોલે એ અજયને બહુ ગમતું નહીં એની જાનકીને ખબર હતી. ચારેય ભાઈ-બહેનોમાં અજયને એના પિતા માટે થોડો