પ્રતિબિંબ પ્રકરણ - ૩૪ આરવની પાસેની સીટમાં જ ગાડીમાં પાયલ બેસી ગઈ. આરવને મનમાં થયું કે એ પોતાની અસલી ઓળખ આપે કે કોણ છે ?? આમ જોવાં જોઈએ તો પાયલ એની મામી થાય. પણ એને ઉતાવળ કરવાનું યોગ્ય ન લાગ્યું. બંને થોડીવાર સુધી ચુપચાપ બેસી રહ્યાં. હવે એક ચાર રસ્તા જેવું આવતાં જ પાયલે એને ગાડી રાઈટ સાઈડે લઈ જવાં કહ્યું. હજું સુધી ચૂપ રહેલો આરવ બોલ્યો, " આન્ટી શું તમે પણ ઈચ્છો છો કે તમારો દીકરો તમારાં પતિની જેમ લોકોની જિંદગી ખરાબ કરે ?? " પાયલ : " મતલબ ?? તું શું કહેવા ઇચ્છે છે ?? " આરવ :