ટૂંકુ ને ટચ...

  • 4.2k
  • 1
  • 874

ચિત્ત... બેસતાં વર્ષને દિવસે પહેરવા માટે નવાં બૂટ લેવા તે દુકાને ગયો.દુકાનદારે ₹500 થી લઈને ₹5000 સુધીનાં બૂટ બતાવ્યાં.₹1200 વાળા બૂટ તેને ખૂબ ગમ્યાં...દુકાનદારે કહ્યું : "ગમે છે તો આજ રાખી દો સાહેબ...!પેક કરી દઉ...!" તે બોલ્યો :"બૂટ ગમે છે... રૂપિયાનો પણ કાંઈ વાંધો નથી...!" પણ...?દુકાનદાર બોલ્યો...તો પછી પ્રોબ્લેમ શું છે...? તેણે કહ્યું :"હું આ ₹1200નાં બૂટ મંદિરની બહાર કાઢીને દર્શન કરવાં જઈશ તો મારું ચિત્ત ભગવાનમાં નહિ રહે...!" પ્લાસ્ટિકમુકત ભારત…. પ્લાસ્ટિકમુકત ભારતની થીમ પરનાં એક સમારંભમાં મુખ્ય મહેમાન જાહેર જનતાને "પ્લાસ્ટિકનો વપરાશ હવે પછી નહિ કરીએ" એવી શપથ લેવડાવવાનાં હતાં.