બસ,થોડાક સમય પહેલા જ પ્રણય અને સાનિયાનો મેળાપ થયો હતો.જયારે બન્ને એકજ ગામમાં રહેતા હતા.એકબીજાના ઘરે આવું-જવું ચાલતું જ હતું.બન્ને એકબીજાના પરિવાર સાથે સારા સબંધો હતા,પ્રણય અને સાનિયા બન્ને પરણિત હતા,બન્ને એકબીજાની સાથે વાતો કરતા,પરિવારને સાથે લઈને ફરવા જતાં,પરંતુ ખબર નહિ કે,અચાનક શું બન્યું અને પ્રણયના મનમાં સાનિયા માટે એક ભાવના જાગી મનમાં કોઈ દિવસ સાનિયાએ વિચાર્યું પણ નહિ હોય એવી ઘટના એના જીવનમાં બની. પ્રણય અવાર-નવાર સાનિયાના પતિને ફોન કરીને પોતાની સાથે આવવા માટે કહેતો હતો ત્યારે કેટલીકવાર સાનિયા ફોન રીસીવ કરતી અને બન્ને વચ્ચે વાત થતી.વાત-વાતમાં પ્રણય ને માનમાં સનીયા માટે પ્રેમના અંકુર ફૂટવામાંડ્યા અને તે મોકા ની