રેઈની રોમાન્સ - 17

(18)
  • 2.9k
  • 814

'દિવાન ફાર્મ'...... રાજકોટથી થોડે દૂર આ સુંદર જગ્યા આવેલી હતી. નાની ટેકરીઓથી ઘેરાયેલા આ 'દિવાન ફાર્મ' ની આસપાસનું વાતાવરણ અત્યંત શાંત હતું. ડી. પી. ગ્રુપના તમામ બિઝનેસનું આ ઇમરજન્સી હેડક્વાર્ટર હતું. 100 એકરના ગાઢ વૃક્ષોના કૃત્રિમ જંગલ વડે ઘેરાયેલું 'દિવાન ફાર્મ' પક્ષીઓના કલબલાટથી સતત ગુંજતું રહેતું. ફાર્મમાં બનાવેલા નાનકડા તળાવના ફરતાં કિનારે ૪૦ જેટલા રુમ, મેઈન બિલ્ડીંગ અને બે હોલમાં ફેલાયેલ તેની ખુબસુરતી કંઇક ઔર જ હતી. વિશાળ બગીચો રંગબેરંગી ફુલોની સુંગધથી સતત મહેકતો રહેતો. પક્ષીઓના કલરવથી આજની સાંજ વધુ રળીયામણી બની રહી હતી. આજની મીટીંગ માટે હોલને બદલે વનરાઇથી લચેલો બગીચો પસંદ કરવામાં આવ્યો હતો. દિવાન પંડિત