તાવડી

(15)
  • 4.7k
  • 746

ટૂંકી વાર્તા : તાવડી : વહુ – દિકરાની સાથે ગાડીમાંથી ઉતરતા ધ્યાનમાં આવ્યું અમે વૃદ્ધાશ્રમ ના દરવાજે આવી ઉભા હતા. મન અનાયાસ જ વમળો રચવા માંડ્યું અને સમગ્ર અસ્તિત્વ એમાં ક્યારે ગૂંચવાઈ ગયું તેની ખબર જ ન રહી. દિકરા પર તો ગળા સુધી નો વિશ્વાસ, અને વહુ ને પણ દિકરીથી એ વિશેષ હથેળીમાં રાખી’તી, તેના દરેક વિચારને – વાતને હકારાત્મકતાથી જ લઈ, ઘરના વાતાવરણમાં સહજ હળી ભળી જાય, ઘરને પોતીકું કરી રહેતી થઇ જાય તે માટે પ્રોત્સાહન આપ્યું હતું. શંકા ઉપજે તેવા કોઈ એંધાણ તો દેખાતા ન હતા, છતાં પારકી જણીનું પેટ કેમ જાણી શકાય ! આ વમળાતા મનથી પ્રભાવિત