વાત છે એ વિશાળ હ્રદયત્વ ની. જે હંમેશા પીગળી જાય છે, કયાંક કોઈ ને પ્રેમ આપીને ; તો કયાંક મેળવીને... ન જાણે કેટકેટલાયે વેદનારૂપી ઘાવ સહન કરીને , પોતાની ખુશી નો જીવ આપીને , કાળજા ના કટકા ને રક્ષવા માટે આજે પણ એ અડીખમ ઉભી છે. હા , એ જ સિંહણ નું શૌર્ય રૂપી સ્ત્રીત્વ. એ જ નીડરતા, સાહસ અને તેજ છટા સાથે એ વાયુવેગે સિંહ રૂપી શિકારી સાથે બાથ ભીડવા જઈ રહી હતી. હીરણ નો એ કાંઠો આજે કાંઇક બિહામણું સ્વરૂપ લઈને જાણે કે પોતાના ઘુઘવાટ ભર્યા નાદ થી સિંહણ ને લડવાનું પ્રોત્સાહન આપતો હોય એમ કાંઈક શોર મચાવી