રિસેપ્શન પર રૂમ જોતજોતામાં બુક થઈ ગયો. થર્ડ ફ્લોર પર રૂમ નંબર ૪૦૧ મળ્યો. રૂમબોય તેમની આગળ ચાવીઓનો ઝુડો લઈ ચાલવા લાગ્યો, ત્રણેય જણ લિફ્ટની કેબિનમાં ગોઠવાયા ત્યાં રૂમબોયનો મોબાઇલ રણક્યો એ વાતોમાં મસ્ત હતો. તક મળતાં ગુરુત્વાકર્ષણ વિરુધ્ધ ગતિ આરંભ થઈ. તો આ બંને પણ પ્રેમાકર્ષણના ફોર્શથી એકબીજાની બાહોમાં ખેંચાઈ ગયા. લિફ્ટનું હળવું વાઇબ્રેસન અને ઉધ્વગતિની સાથે શરીર ભીડાઈ ગયા, આંખો સામસામે ટકરાઇ, હથેળીઓ ભીડાઈ ગઈ. ત્યાં જ નાનકડું પરંતુ ઉગ્ર ચુંબન લેવાઈ ગયું. જાણે તેના આઘાતથી લિફ્ટ ઊભી રહી ગઈ! ડોર ખૂલ્યું અને તેઓ લોબીમાં આવી ગયા. લેફ્ટ સાઇડમાં છેલ્લેથી બીજો હતો રૂમ નંબર ૪૦૧.