Chapter-3 મારૂતિ રેસ્ટોરેંટના ખુલ્લા ગાર્ડનમાં લાકડાના 10 ટેબલ રાખેલ હતા અને બધા ટેબલની ફરતે બે જ ખુરશીઓ હતી, હું અને રિદ્ધિ ગાર્ડનમાં આગળથી ત્રીજા નંબરના ટેબલમાં સામ-સામે ડિનર માટે બેઠા, ટેબલ ની વચ્ચે તાજા ફૂલોનો ગુલદસ્તો રાખેલ હતો, રાત હોવા છતાં પ્રકાશની કોય કમી જણાતી ના હતી, અમારા સિવાય બીજા બે ટેબલ ઉપર કપલ હતા અને બાકીના ટેબલ ખાલી હતા, ફેમેલી લઈને આવેલા લોકો આગળના એસી હોલમાં જમતા હતા. “તો શું ઓર્ડર કરીશું?” મેં રિદ્ધિના હાથમાં મેનુ આપતા પૂછ્યું. “તારું ફેવરિટ શું છે? રિદ્ધિએ તેના બંને નેણ ઉચા કરતાં પૂછ્યું. “ફેવરિટ!! સાચું કહુંતો મને જે