પ્રિંસેસ નિયાબી - ભાગ 34

(18)
  • 4k
  • 5
  • 1.6k

રાંશજ સીધો રાજા નાલીન પાસે ગયો. નાલીન રાંશજને જોઈ એકદમ ઉતાવળો થઈને બોલ્યો, રાંશજ આવી ગયા? શુ માહિતી મેળવી? ખોજાલની વાત સાચી છે? કંજ ખરેખર બાહુલનો પુત્ર છે?રાંશજે ખૂબ શાંતિથી જવાબો આપવાનું શરૂ કર્યું. રાજા નાલીન, ખોજાલની વાત સાચી છે. કંજ બાહુલનો જ પુત્ર છે. એ એના મિત્રો સાથે યામનમાં આવી ગયો છે અને પોતાના ઘરે જ રહે છે. યામનના લોકો પણ એને ઓળખવા લાગ્યા છે. કંજે યામનના લોકની મદદ કરવાનું શરૂ કરી દીધું છે. એ પોતાના પિતા જેટલો જ હોંશિયાર અને બહાદુર છે. ને એના મિત્રો પણ એના જેવાજ છે.રાંશજની વાત સાંભળી નાલીનના પગ નીચે થી જમીન સરકી ગઈ હોય