પ્રતિશોધ પ્રેમનો - 9 (છેલ્લો ભાગ)

(29)
  • 3.1k
  • 1
  • 1.3k

હવે દિવ્યેશ પોતાના મનમાં વિચારી રહ્યો હતો કે" જો એ ભૂત ને .અને મારવોજ હોત તો તે દિવસે એકસિડેન્ટ કે પછી તે સ્ટોર રૂમ નો દરવાજો ખોલ્યો ત્યારેજ મારી શકત પણ એને એવું ના કર્યું મતલબ એ પ્રેમ મને મારવા તો નથી માંગતો તો આજે જ કોઈને કહ્યા વગર હું તે રૂમ માં જઈશ" ઇન્સ્પેક્ટર વિક્રમે તેમને કહ્યું"હવે તમે બધા જઈ શકો છો કઈ સબૂત મળશે તો હું જ તમને જાણ કરીશ" બધા ત્યાંથી જતા હોય છે.બપોર નું ભોજન લઈ દિવ્યેશ પોતાના રૂમમાં સૂતો સૂતો કંઈક વિચારી રહ્યો હોય છે