સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-35

(105)
  • 6.8k
  • 8
  • 3.4k

સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-35 મલ્લિકા બધાંજ સ્તબ્ધ રહી જાય એવી રીતે ચાલાકીથી બધાં જવાબ આપી રહી હતી ના એને ડર હતો કે ના ક્યાંય વચ્ચે અચકાઇ રહી હતી. એણે સ્પષ્ટ કર્યુ કે એ દિવસે ઓફીસથી કલીનીક ચેકઅપ કરાવવા અને અપડેટ લેવા ગઇ હતી. મોહીતે કહ્યું "ચેકઅપ માટે કેટલા વાગ્યાની એપોઇન્ટમેન્ટ હતી ? મલ્લિકાએ કહ્યું 1 pm ની હતી અને હું તું જાણે જ છે હું 12 વાગે ઓફીસથી નીકળી ગઇ હતી. મોહીતે કહ્યું "ઓકે સમજી ગયો તો સાંજ સુધી તારુ ચેકઅપ ચાલુ એવુ તો શું હતુ ? કેટલો સમય ચેકઅપનો લાગ્યો કેટલા વાગે ચેકઅપ પત્યુ મેં તને સળંગ ફોન કર્યો