આગળના ભાગમાં આપણે જોયું કે પ્રિયાના રડવાનું કારણ સાવ નજીવું હતું, અનિલ અને પ્રિયાની સગાઈ થઈ ગઈ હતી અને બંને વચ્ચે અબોલા હોવાનું સામે આવ્યું. પરંતુ આ દરમિયાન નિખલે કરેલા વર્તનના કારણે રુચિની નજરમાં નિખિલ એક પગથિયું ઉપર આવી ગયો. જમતી વખતે નિખિલે જ્યારે ડિશની અંદર થોડો એંઠવાડ મુક્યો ત્યારે રુચિએ જે શિખામણ તેની મમ્મીએ આપી હતી એજ નિખિલને પણ સંભળાવી દીધી. નિખિલને શિખામણ આપતા જોઈને બીજા લોકોએ પણ ડિશમાંથી ચૂપચાપ બધું પૂરું કરી દીધું. ઘરે આવીને રુચિએ તેની મમ્મી દિશાને પ્રવાસની આખી ઘટના જણાવી, દિશાએ એની બધી જ વાત મિત્રની જેમ સાંભળી "નિખિલ તને પસંદ કરતો હશે." એમ પણ