મેઘના - ૧૫

(20)
  • 3.1k
  • 2
  • 1.5k

મેઘનાએ તેના ફોનનું કોલલોગ ઓપન કરીને થોડીવાર પહેલા આવેલો અજાણ્યા નંબરને અંજલિના નામથી ફોનમાં નંબર સેવ કર્યો. પછી તેણે તે નંબર પર પોતાનું લોકેશન અને એડ્રેસ મેસેજ કરી દીધું. ત્યારબાદ તેણે એક બ્લેંકેટ વીરાને ઓઢાડયો પછી તે શાંતિથી સૂઈ ગઈ.સવારે 5 વાગે વીરા ના ફોનનું અલાર્મ વાગ્યું એટલે વીરા તરત જાગી ગઈ. તેણે જોયું તો પોતાના શરીર પર બ્લેંકેટ હતું. એ જોઈને વીરા સમજી ગઈ કે મેઘનાએ તેને ઓઢાડયું હશે. વીરા અવાજ ન થાય રીતે રૂમમાંથી બહાર નીકળીને તૈયાર થવા માટે બાથરૂમમાં જતી રહી.પોણા કલાક પછી વીરા તૈયાર થઈને બહાર આવી તે સમયે ડોરબેલ રણક્યો. ડોરબેલનો અવાજ સાંભળીને વીરા ચમકી.