પ્રિયતમ - 2

(19)
  • 3.3k
  • 1.1k

' પ્રિયતમ ' પાર્ટ - 2?????ગામડેથી નીકળ્યા બાદ શહેર તરફ જવા માટે હાઈ વે પરથી બસ મળી ગઈ . બસની બારીમાંથી વરસાદી વાછંટની બુંદો મધુના ઓઢણાંને ભીનો કરી રહી હતી . આવા ભીના વરસાદી મૌસમમાં નવ પરિણીત યુગલ પોતાના વિચારોમાં જુદી જુદી દિશાઓમાં ખોવાયેલા હતા .ભીના મૌસમની સાથે મધુનું મન પણ ભૂતકાળની યાદોમાં ભીંજાય રહ્યું હતું .હજુ તો ગામના સીમાડો વટાવ્યાને હજુ ક્યાં ટાઈમ જ થયો હતો . છતાં ધીરે ધીરે બધુ દૂર દૂર નીકળી ગયું હોય એવું લાગતું હતું . જેની સાથે જીવનભર સાથ નિભાવવાનું વચન આપ્યું હતું . એને પણ એક જાટકે છોડીને આવી ગઈ હતી . ખેર બાપુની જિંદગી