સમાંતર ભાગ - ૧૩ આગળના ભાગમાં આપણે જોયું કે, ફેસબુકના માધ્યમથી ઝલક કેવી રીતે પોતાના જૂના શોખથી જોડાય છે અને એ શોખ એને અને નૈનેશને જ નહીં પણ એને ખુદને મેળવવામાં પણ મદદ કરે છે. રાજ પણ ઝલકના આ પરિવર્તનથી ખુશ દેખાય છે. ઝલક નૈનેશની ફેસબુક ફ્રેન્ડ તો બની ગઈ પણ હવે એને અજાણ્યાની આમ ફેસબુક મિત્રતા સ્વીકારવા પર ડર લાગી રહ્યો હોય છે અને એ નૈનેશનું નામ લીધા વિના જ રાજને ઓનલાઇન મૈત્રી વિશે પૂછે છે જેના રાજે આપેલા ઉત્તરથી એની આધુનિક વિચારધારા સાથે પરિપક્વતા ધરાવતો સ્વભાવ આપણે જોઈ શકીએ છીએ. હવે આગળ... ***** રાજ જોડે ઓનલાઇન મૈત્રી ઉપર ચર્ચા