નવા જીવન નો પ્રવેશ

  • 3k
  • 1k

સૃષ્ટિ અને સીમરન બંને ખાસ દોસ્ત હતા. સ્કૂલ થી જ સાથે ભણતા. બંને ના મમ્મી પપ્પા પણ સારા મિત્રો હતા... અત્યારે સૃષ્ટિ અને સીમરન કૉલેજ ના બીજા વર્ષમાં છે... ક્લાસ બન્ક કરવા હોય તોય બંને સાથે કરતા... શોપિંગ હોય કે બહાર જમવા જવાનું બંને સાથે જ હોય... ક્યારેક તો એકબીજા ના ઘરે સુવા પણ જતા રહેતા... કોલેજ માં બંને ની દોસ્તી ની ચર્ચાઓ થતી... સૃષ્ટિ દેખાવ માં ખૂબ જ સુંદર હતી... લાંબા વાળ , અણિયારી કાળી ભમ્મર આંખો , ગાલ પર ખંજન પડતું , હસે તો જાણે ફૂલ ખીલ્યું હોય... પાતળી નમણી કાયા...