ક્લિનચીટ - 20

(24)
  • 2.8k
  • 2
  • 1.3k

પ્રકરણ- વીસમું/ ૨૦અદિતીની આંખો ખુલ્લી જ હતી. વિક્રમ અને દેવયાની પણ ત્યાં હાજર હતા. થોડીવાર પછી અચાનક અદિતીના ચહેરા પરના ભાવમાં કૈક પરિવર્તન આવતાં જોઇને સૌ ને અત્યંત નવાઈ લાગી રહી હતી. આલોક જે ડોરની પાછળ ઊભો હતો વારંવાર અદિતીનું ધ્યાન એ દિશા તરફ જતું હતું એ જોઇને સ્વાતિ એ ઈશારાથી અદિતીને પૂછ્યું કે ‘ત્યાં શું જુએ છે અદિ ? કોણ છે ત્યાં ?’ પણ બસ અદિતીની નજર આઈ.સી.યુ.ના ડોર પર સ્થિર થઇ ગઈ. અદિતીની અર્ધજાગૃત માનસિક અવસ્થામાં પણ તેની પ્રાથમિકતાનો અધિકારી તો આલોક જ રહ્યો. અચાનક જ માંહ્યલામાં સહજભાવે જડથી ચેતન તરફ સરી રહેલા સંચારને અપ્રત્યક્ષ રૂપે સમર્થન પૂરું પાડી રહેલા