લવ બ્લડપ્રકરણ-24 સુધાંશુને જાણ કરવામાં આવી કે હવે ડીપાર્ટમેન્ટમાં કોલકતા આકાશવાણીમાંથી સીધી એપોઇન્ટમેન્ટ છે એ મહાનુભાવ માનુની છે. સુધાંશુએ કહ્યું "ઓહ સમજી ગયો કાંઇ નહીં તેઓ આવે પછી રજૂઆત કરીશ. સુધાંશુએ કાવ્યની રચના ફાઇલમાં મૂકીને કામમાં વ્યસ્ત થઇ ગયો. બરાબર બપોરે 3.0 પછી ઓફીસમાં ચહલપહલ થઇ અને નવાં નિમણુંક પામેલાં સૂચિત્રા ચેટર્જીએ પોતાની જગ્યા સંભાળી લીધી. સૂચીત્રા ચેટર્જીની નવી નિમણૂંક હતી. તેઓ પણ હજી ફેશનર હતાં પરંતુ ગીત સંગીતમાં પાવરધા હતાં એમની એજ્યુકેશન ડીગ્રી સાથે ગીત સંગીતની પણ ડીગ્રીઓ હતી અને ભણતર પુરુ થયા પછી પહેલીજ નિમણૂંક સિલિગુડીમાં થઇ હતી. કોલકતાથી એમણે સિલિગુડી સ્વીકારવુ પડેલું તેઓ જીવનમાં હજી શરૃઆત કરી