વેધ ભરમ - 5

(172)
  • 10.7k
  • 8
  • 6.8k

રિષભ, કિરીટભાઇ આવે તે પહેલા ગૌરવ પાસેથી માહિતી કઢાવવા માંગતો હતો. ગૌરવની ઉંમર ત્રીસેક વર્ષની આસપાસ હતી એટલે તેનો અનુભવ જોતા રિષભને લાગ્યુ કે ગૌરવ પાસેથી માહિતી કઢાવવી સહેલી પડશે. ગૌરવે બધા માટે ચાનો ઓર્ડર આપ્યો કે તરતજ રિષભે સમય બગાડ્યા વિના સિધા જ મુદ્દાની વાત પર આવતા કહ્યું “ ગૌરવભાઇ તમારુ પુરુ નામ કહેશો?” “ગૌરવ ગોસ્વામી.” ગૌરવે જવાબ આપતા કહ્યું. “હા, તો ગૌરવભાઇ તમે અહીં કેટલા સમયથી નોકરી કરો છો? અને તમારી અહી ડ્યુટી શું છે?” રિષભે પુછ્યું. “હું અહીં પાચેક વર્ષથી નોકરી કરુ છું. હું દર્શન સરની ફાઇનાન્સીયલ મેટર હેન્ડલ કરુ છું.” ગૌરવે થોડા કચવાતા અવાજે કહ્યું. ગૌરવ