HELP - 7

  • 2.8k
  • 1.1k

પ્રકરણ-૭ કેસના મૂળ સુધી કાનમાં કોઇએ અંગારા નાખ્યા હોય તેવું છેલ્લું કથન સાંભળી બેલાને અનુભવાયું .ફોન પકડીને તે ફરસ પર જ બેસી ગઈ. યુધિષ્ઠિર છેલ્લો દાવ લગાડી દ્રૌપદીને હાર્યા એ સ્થિતી અને બેલાની સ્થિતિમાં ઝાઝો ફરક નહોતો.કોલેજમાં ચાલતા તમામ અવાજો તેના માટે ગૌણ બની ગયા. જેસિકા ઉપર શું અત્યાચારો થયા હશે તે વિચારીને તેનું શરીર કંપી ઉઠ્યું. ‘ બેલા શું થયું તને ? આમ નીચે બેસી ગઈ.’ આસ્થા એ આવીને બેલા ને હચમચાવી. આસ્થા ને જોઇને બેલા શોકમાં થી બહાર આવી. વધુ કંઇના કહેતા આસ્થાને ભેટી નાના બાળકની જેમ રડવા લાગી. ‘આસ્થા આઈ કાન્ટ સેવ હર ! આઈ કાન્ટ