રિજિયોનલ મ્યુઝિયમની મુલાકાતે ~~~~~ ગુપ્તેશ્વર મહાદેવ અને દેવી'સ ફોલની યાત્રા કર્યા પછી અમારા સારથીએ અમારો રથ પોખરાના "મ્યુઝિયમ" તરફ વાળ્યો. મોટાભાગે મ્યુઝિયમની મુલાકાત એટલે આમ તો અણગમતો વિષય. મ્યુઝિયમની મુલાકાતે માત્ર રસ ધરાવતા અને જે તે વિષયના ભૂતકાળમાં ડોકિયું કરી ઐતિહાસિક સંદર્ભો મેળવવાના જ્ઞાનપિપાસુઓ જ પ્રવેશ ફીના પૈસા ખર્ચીને આવે. એક સમયે ઘરમાં આવતા મહેમાનોને હું પાલડી મ્યુઝિયમ જોવા અચૂક લઈ જતો. જોકે આજે એ વાતને લગભગ +૫૦ વર્ષ થયા હશે. દેશવિદેશથી ખાસ અમદાવાદમાં લોકો જોવા માટે આવે છે એ કેલિકો મ્યુઝિયમ હજુસુધી મેં જોયું નથી. પણ આતો નેપાળની અને એમાયે પોખરાની વાત હતી. સમયનો સાથ