સિક્કા ની બે બાજુ - 3

  • 4.5k
  • 2
  • 1.3k

અનિરુદ્ધ અને શ્રાવસ્ત દરિયાકિનારે બેઠાં બેઠાં વિચારો માં ખોવાઈ ગયા હતા. બીજા દિવસે કુંજન સમયસર આવી પહોંચી. અને એને જ્યારે અનિરુદ્ધ નાં ઘરે સમગ્ર જાણ થઈ તો એ રડવા જ લાગી. એને મમ્મીને પપ્પા ભાઈ ભાભી ની ચિંતા થવા લાગી કે ક્યાં હશે એ લોકો?? એ શાંત થઈ એટલે શ્રાવસ્ત એ પૂછ્યું તને કંઈ જ ખબર નથી બહેના?? કુંજુ તું ક્યારે ઘરે આવી હતી??મમ્મી પપ્પાને છેલ્લે ક્યારે મળી હતી? ફોન પર કોઈ વાત કરી હતી? મમ્મી સાથે કોઈ વાત.અનિરુદ્ધ એ આશ્વાસન આપતાં કહ્યું કે શ્રાવસ્ત એને થોડી શાંત થઈ જવા દે. એકસામટા આટલાં બધાં સવાલ પૂછી એને ગૂંચવ નહીં.કુંજન તો હજી પણ શ્રાવસ્ત