"આદિત્ય ઉપર જો." માધવીએ ધ્રુજતા હાથે ઈશારો કરતા કહ્યું. આદિત્યએ એ તરફ જોયું તો અનન્યા હવામાં અધ્ધર લટકીને આંખોના ડોળા બહાર કાઢતી ગુસ્સામાં તેમની સામું જોઈ રહી હતી. "તમને શું લાગે છે તમે મને બેહોશ કરીને તમારું કામ કઢાવી શકશો... હું એ કયારેય નહીં થવા દઉં. મને ખબર છે અનન્યા ખોટું બોલી હતી. બાલાઘાટમાં કંઈજ એવું નથી જેની મને શોધ છે." અનન્યા ગુસ્સામાં જોરજોરથી બોલતી રહી. "આ તું શું બોલે છે અનુ??" આદિત્ય ચહેરા પર ચિંતા લાવતા બોલ્યો. "એ અનન્યા નથી આદિત્ય.." માધવીએ આદિત્યની પાસે આવીને કહ્યું. "હા હું અનન્યા નથી. આ શરીર અનન્યાનું છે પણ હું આ શરીરની માલિક