Chapter-2 રૂમે આવ્યાની સવારની બપોર થઈ ગય હતી અને હું મારા મન સાથે વાતો કરી રહ્યો હતો “હું રિદ્ધિને મેસેજ કરુ કે કોલ?, હજી ઝુંટા પડ્યા થોડી કલાકો જ થય છે તો અત્યારે કરુ કે પછી?, આજે વાત કરુ કે કાલે? તેના ફોનની રાહ જોવ કે એ મારા ફોનની રાહ જોતી હશે?” ત્યાજ મારા ફોનની મેંસજ રિંગ વાગી, મેં જોયું તો રિદ્ધિનો જ મેસેજ હતો લખ્યું હતું “”Hi! આવતીકાલે સાંજે 6 વાગ્યે સ્કાય મોલ આવી શકીશ?” મેસેજ વાંચીને હું આનંદિત થય ગયો અને તરત રિપ્લાય કરી દીધો “હા, હું આવી જઇશ.”