પાંડવો વર્ણાવ્રતનાં એ મહેલમાં પ્રવેશવાની તૈયારી માં હતા એજ સમયે હસ્તીનાપૂરમાં વિદુરજીને પાંડવોને મારી નાખવાના કાવત્રા વિષે ની બાતમી તેના ગુપ્તચરો પાસે થી મળી ગઈ હતી. વિદુરજી હસ્તિનાપુર માં કોઈને કાનો કાન ખબર ન થાય તેરીતે આ સમાચાર પાંડવો સુધી પહોચાડવાની મથામણ કરવામાં લાગી ગયા પેલી બાજુએ પાંડવો એ વાત થી અજાણ હતા કે, દુર્યોધન અને તેના મામા શકુની દ્વારા પાંડવોને મારી નાખવા માટે કાવતરું ઘડવામાં આવ્યું છે. અને તે જે રાજમહેલ માં રહેવા માટે જઈ રહ્યા છે તે રાજમહેલ બનાવવામાં જ્વલનશીલ પદાર્થ લાખ અને અન્ય પદાર્થોનો ઉપયોગ કરી બનાવામાં આવ્યો છે. આ રાજમહેલ બહારથી સામાન્ય